(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 9 જુલાઈએ કોંગ્રેસ અને બીઆરએસ પર આકરા પ્રહાર કરી રાજસ્થાન અને તેલંગણામાં ચૂંટણીનું રણશિંગ ફુંક્યું હતું. રાજસ્થાનના બિકાનેરમાં જાહેરસભાને સંબોધતાં વડાપ્રધાને કોંગ્રેસને ‘લૂંટ કી દુકાન’ અને ‘જૂઠ કા બજાર’ ગણાવીને જણાવ્યું હતું કે રાજ્યમાંથી તેની સરકાર હવે વિદાય લઇ રહી છે. અશોક ગેહલોત સરકારે ભ્રષ્ટાચાર, અપરાધ અને તુષ્ટિકરણની રાજનીતિમાં પોતાની એક નવી ઓળખ ઊભી કરી છે. આ બંને રાજ્યોમાં વડાપ્રધાનને કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકારનેર જિલ્લામાં આશરે રૂ.24,300 કરોડ અને તેલંગણાના વારંગલ જિલ્લામાં આશરે રૂ.6,100 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા. બિકાનેર જિલ્લામાં મોદીએ અમૃતસર-જામનગર ઇકોમિક કોરિડોરના સિક્સ લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સેક્શન, 30 બેડની ESIC હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે બિકાનેર રેલવે સ્ટેશના પુનઃવિકાસ પ્રોજેક્સનો શિલાન્યાસ કર્યો હતો.

કોંગ્રેસ પાર્ટી ‘નફરતના બજાર’માં ‘મોહબ્બતની દુકાન’ ખોલવા માગે છે તેવા રાહુલ ગાંધીના વારંવારના નિવેદનોનો આડકતરો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો એક જ અર્થ છે… ‘લૂંટ કી દુકાન’ અને ‘જૂઠ કા બજાર’. રાજસ્થાનમાં કોંગ્રેસની હાર એટલી નિશ્ચિત છે કે તેની સરકાર પહેલેથી જ ‘બાય-બાય મોડ’માં પ્રવેશી ચૂકી છે.

પીએમએ જણાવ્યું હતું કે અહીં રક્ષકો ભક્ષકો બની રહ્યા છે. અહીંની આખી સરકાર બળાત્કાર અને હત્યાના આરોપીઓને બચાવવામાં વ્યસ્ત  છે. જો તે સત્તામાં હોય તો દેશને ખોખલો બનાવી દે છે અને જ્યારે તે સત્તામાંથી બહાર જાય છે તો તે દેશને બદનામ કરે છે. તેમના નેતાઓ વિદેશમાં જાય છે અને ભારતને બદનામ કરે છે.

તેલંગણાના વારાંગલમાં ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાને કેસીઆરના વડપણ હેઠળની બીઆરએસ સરકારને સૌથી ભ્રષ્ટ ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેના ભ્રષ્ટાચારના તાર છેક દિલ્હી સુધી હવે ફેલાયા છે. તેલંગણાના લોકોની ઇચ્છા હવે અબ કી બાર બીજેપી સરકારની છે. બીઆરએસ અને દિલ્હીની AAP સરકાર પર ગર્ભિત પ્રહાર કરતાં વડાપ્રધાન જણાવ્યું કે બે રાજકીય પક્ષો અને બે રાજ્ય સરકારો વચ્ચે ભ્રષ્ટાચાર માટે ડીલ થઈ હોય તેવા પ્રથમ વાર આક્ષેપ થઈ રહ્યાં છે. અહીં મોદી દિલ્હીના શરાબ કૌભાંડમાં AAP નેતા મનીષ સિસોદિયાની ધરપકડ અને BRS નેતા કે કવિતાની ઇડી દ્વારા તપાસનો ઉલ્લેખ કરી રહ્યાં હતા.

 

LEAVE A REPLY