વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે તેમના પ્રધાનો પાસેથી GeMના પોર્ટલના ઉપયોગ, અધિકારીઓ સાથેની ટિફિન બેઠકો, કેન્દ્રની પહેલોની જાહેરાત માટે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. દરેક મંત્રાલય પાસે મોદીએ અગાઉના કરેલા સૂચનોનો અમલ અને પ્રગતિ અંગે આવો અહેવાલ માંગવામાં આવ્યો છે, એમ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.
મોદીએ વિચારોના આદાનપ્રદાન માટે અધિકારીઓ સાથે નિયમિત ધોરણે ટિફિન બેઠકો યોજવાનું પણ સૂચન કર્યું છે. આ ઉપરાંત સરકારના નિર્ણયો અંગેની માહિતી લોકો સુધી પહોંચતી કરવા અને યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પણ ભાર મોદી ભાર મૂકે છે.