ફાઇલ ફોટો (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની તેમની મુલાકાત દરમિયાન  કેનેડામાં ઉગ્રવાદી તત્વોની સતત ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આવા જોખમોનો સામનો કરવા માટે બંને દેશો માટે સહયોગ કરવો જરૂરી છે. બંને નેતાઓએ નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી. 

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મીટિંગ દરમિયાન પીએમ મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ભારત-કેનેડા સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યોકાયદાના શાસન અને લોકો-થી-લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે. કેનેડામાં કેટલાંક ઉગ્રવાદી તત્વો ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છેરાજદ્વારી જગ્યાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે તથા કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના ધર્મસ્થાનો પર હુમલા કરી રહ્યાં છે.  

મોદીએ જણાવ્યું હતું કે સંગઠિત અપરાધડ્રગ સિન્ડિકેટ્સ અને માનવ તસ્કરી સાથેના આવા તત્વોની સાંઠગાંઠ કેનેડા માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. બંને દેશો માટે આવા જોખમોનો સામનો કરવા માટે સહયોગ કરવો જરૂરી છે. 

ટ્રુડોએ કહ્યું હતું કે ખાલિસ્તાન ઉગ્રવાદ અને વિદેશી હસ્તક્ષેપના મુદ્દા પર તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે અને કેનેડા હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બચાવ કરશે અને તેની સાથે હિંસાને રોકશે. થોડા લોકોની પ્રવૃત્તિઓ સમગ્ર સમુદાય અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતી નથી.

LEAVE A REPLY