વડાપ્રધાન મોદીએ નવા વર્ષે દર વર્ષની જેમ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મીડિયા સમક્ષ આવીને શુભેચ્છા પાઠવતા હતા અને ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરવા માટે જતા હતા. વડાપ્રધાન બન્યા પછી મોદી દ્વારા ટ્વિટ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવે છે.
મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને લખ્યું છે કે, “સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!! આજથી પ્રારંભ થતું નવું વર્ષ. આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન..॥” વડાપ્રધાને ગુજરાતી નવા વર્ષ પર કેદારનાથ જઈને દર્શન કર્યા હતા, જ્યારે તેમણે નવી પરંપરા પ્રમાણે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.