વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુમાં મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પાકડુ એલિફન્ટ કેમ્પની મુલાકાત લીધી હતી અને મહાવત દંપતી બોમન અને બેલી સાથે વાતચીત કરી હતી. આ કપલ ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’માં જોવા મળ્યું હતું. વડાપ્રધાને કેમ્પમાં હાથીઓને શેરડી પણ ખવડાવી હતી. તેમણે ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’માં હાથીઓ રઘુ અને બોમી પ્રત્યે દંપતી દ્વારા દર્શાવવામાં આવેલી કાળજીની પણ પ્રશંસા કરી હતી. તેમણે થોડા સમય માટે દંપતી સાથે વાતચીત કરી હતી અને અન્ય મહાવતો અને ‘કાવડીઓ’ સાથે પણ વાતચીત કરી હતી, જેઓ કેમ્પમાં હાથીઓની સંભાળ રાખે છે.
.