સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાની બેઠકમાં હાજરી આપવા ન્યૂ યોર્ક ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવાસના 65 કલાસમાં 24 બેઠકોમાં ભાગ લઈને તેમના ટાઇમ મેનેજમેન્ટની કુશળતા દર્શાવી હતી. 65 કલાકની અમેરિકાની યાત્રા દરમિયાન મોદીએ 20 બેઠકોમાં ભાગ લીધો હતો અને ફ્લાઈટમાં જતી અને આવતી વખતે બીજી ચાર બેઠકો યોજી હતી.આમ મોદીએ 65 કલાકમાં કુલ 24 બેઠકોમાં ભાગ લીધો હતો.
મોદીએ અમેરિકા જતી વખતે ફ્લાઈટમાં સરકારી ફાઈલો ક્લીયર કરી હતી. સૂત્રો જણાવ્યા અનુસાર અમેરિકા જતી વખતે મોદીએ ફ્લાઇટમાં બે બેઠકો યોજી હતી. તે પછી તેઓ વોશિંગ્ટનની જે હોટલમાં ઉતર્યા હતા ત્યાં તેમણે ત્રણ બેઠકો યોજી હતી.અમેરિકાની ટોચની પાંચ કંપનીના પાંચ સીઈઓ સાથે તેમણે અલગ અલગ બેઠકો યોજી હતી.ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન તેમજ જાપાનના વડાપ્રધાન, અમેરિકાના પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ સાથે પણ તેમની અલગ અલગ બેઠકો યોજાઈ હતી.આ પછી મોદીએ પોતાની ટીમ સાથે ત્રણ આંતરિક મિટિંગ કરી હતી.