યુએસ ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીના એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત ભૂતકાળની સરખામણીએ પાકિસ્તાનની કથિત અથવા વાસ્તવિક ઉશ્કેરણીનો લશ્કરી બળથી જવાબ આપે તેવી શક્યતા વધુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધુ ચિંતાજનક છે કારણ કે બંને પરમાણુ સશસ્ત્ર દેશો છે. પાકિસ્તાનનો ભારત વિરોધી આતંકવાદી જૂથોને ટેકો આપવાનો લાંબો ઈતિહાસ ધરાવે છે, પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત ભૂતકાળની સરખામણીમાં પાકિસ્તાનની કથિત અથવા વાસ્તવિક ઉશ્કેરણીનો લશ્કરી બળથી જવાબ આપે તેવી શક્યતા વધુ છે.
અમેરિકન સંસદીય સુનાવણી દરમિયાન ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ ઓફિસ દ્વારા સંસદ સમક્ષ અમેરિકન ઇન્ટેલિજન્સ કમ્યુનિટીએ રજૂ કરેલા ‘વાર્ષિક પડકાર વિશ્લેષણ’નાં ભાગ રૂપે ઉપરોક્ત મૂલ્યાંકન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીને સરહદ અંગે દ્વિપક્ષીય મંત્રણા દ્વારા કેટલાંક મુદ્દાઓનો ઉકેલ લાવી ચૂક્યા છે, પણ વર્ષ 2020માં બંને દેશો વચ્ચે જીવલણે સંઘર્ષને પગલે સંબંધો તંગદિલીભર્યા રહેશે એમ અહેવાલમાં જણાવાયું છે.
વિવાદીત સરહદ પર ભારત અને ચીન વચ્ચે લશ્કરી તણાવ વધતાં બંને પરમાણુ સત્તાઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષનું જોખમ વધી ગયું છે, જે અમેરિકન નાગરિકો અને તેનાં હિતો માટે સીધો પડકાર સર્જી શકે છે, અને અમેરિકાની દરમિયાનગીરીની જરૂર પડશે. અગાઉ બંને દેશોની સેના સામ સામે આવી જતાં વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર સતત નજીવા ઘર્ષણ થયેલાં છે એમ અહેવાલ જણાવે છે.
મે, 2020માં બંને દેશો વચ્ચે પૂર્વ લડાખમાં છમકલાં થયા ત્યારથી ચીન અને ભારત વચ્ચેનાં સંબંધો લગભગ સ્થિર થઈ ગયા છે. ભારતનું કહેવું છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી ચીન સાથેનાં સંબંધો સામાન્ય નહીં થઈ શકે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ભારત-પાકિસ્તાન બંને પરમાણુ રાષ્ટ્ર છે અને તેમની વચ્ચે હંમેશા અથડામણ થતી હોવાથી તે ચિંતાનો વિષય છે. વર્ષ 2021નાં પ્રારંભમાં બંને દેશોએ અંકુશ રેખા પર યુધ્ધવિરામ લંબાવ્યા બાદ હાલના શાંતિપૂર્ણ સંબંધોની તરફેણમાં હોય તેમ લાગે છે.