પશ્ચિમના દેશોના દબાણની પરવા કર્યા વગર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર (1 એપ્રિલ)એ રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવને મળ્યા હતા. વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ રશિયાના વિદેશ પ્રધાન યુક્રેનની સ્થિતિ અંગે મોદીને માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં હિંસા બંધ કરવાનો અનુરોધ કર્યો હતો અને આ સંઘર્ષના ઉકેલ માટે શાંતિના પ્રયાસોમાં યોગદાન આવાની ભારતની તૈયારી દર્શાવી હતી. રશિયાના વિદેશ પ્રધાને ગયા વર્ષના ડિસેમ્બરમાં યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયમાં થયેલી પ્રગતિ અંગે પણ મોદીને માહિતી આપી હતી