આગામી એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશભરમાં એરપોર્ટ અને એરપોર્ટ ટર્મિનલના નિર્માણ સહિત વિકાસના કુલ રૂ.42,000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો હતો.
મોદીએ આશરે રૂ.9,800 કરોડના 15 એરપોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં પુણે, કોલ્હાપુર, ગ્વાલિયર, જબલપુર, દિલ્હી, લખનૌ, અલીગઢ, આઝમગઢ, ચિત્રકૂટ, મુરાદાબાદ, શ્રાવસ્તી અને આદમપુર એરપોર્ટ માટે 12 નવી ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.વડાપ્રધાને કડપા, હુબલ્લી અને બેલાગવી એરપોર્ટ માટે ત્રણ નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો.
12 નવા ટર્મિનલ બિલ્ડીંગમાં કુલ વાર્ષિક ક્ષમતા 620 લાખ મુસાફરો હશે. શિલાન્યાસ કરાયેલા ત્રણ ટર્મિનલની વાર્ષિક ક્ષમતા 95 લાખ પેસેન્જર્સની હશે. તેમણે રૂ.11,500 કરોડના પાંચ મોટા નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. PMએ યુપીમાં રૂ.8,200 કરોડના મૂલ્યની 12 રેલ્વે