જર્મનીના બર્લિનના પોટ્સડેમર પ્લેત્ઝ ખાતેના થીએટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ અને ખાદી માટે ભારતીય સમુદાયના લોકોનો સપોર્ટ માંગ્યો હતો. ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોએ વડાપ્રધાન મોદી માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને ‘મોદી વન્સ મોર’ના નારા લગાવ્યા હતા. ડો. પ્રવીણ પાટિલે જણાવ્યું હતું કે અમે અમારા જર્મન મિત્રોને ખાદીને ભેટ આપી છીએ અને તેની માગમાં વધારો થાય તેવા પ્રયાસ કરીએ છીએ. ઇન્ડિયન કમ્યુનિટીના સભ્ય હાર્દિક દેવરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનું પ્રવચન સાંભળ્યા બાદ ઉત્સાહિત છું અને અમે વોકલ ફોર લોકલના વડાપ્રધાનના પ્રોગ્રામને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ.