(ANI Photo)

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારંભને પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના ગેઝેટ નોટિફિકેશન મુજબ આ સિક્કાનું વજન 34.65-35.35 ગ્રામ છે. આ વિશેષ સિક્કો ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા સાથે પણ જોડાયેલો હશે.  સિક્કાની એક બાજુ અશોક સ્તંભ છે. તેની નીચે સત્યમેવ જયતે લખેલું છે. સિક્કાની બીજી બાજુ  સંસદ ભવનની તસવીર છે. તેના ઉપરના ભાગમાં દેવનાગરી લિપિમાં ‘ભારત’ અને અંગ્રેજીમાં ઇન્ડિયા લખેલું હશે.

LEAVE A REPLY