વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજકોટમાં ₹2,033 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમાં હિરાસર નજીક બનેલ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લાયબ્રેરી, સોની સિંચાઈ યોજનાના લીંક-3ના પેકેજ આઠ અને નવ અને રાજકોટમાં સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.
તેમણે રૂ.394 કરોડના સૌની યોજના અને KKV ચોક પર ₹129.53 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા સૌરાષ્ટ્રના પ્રથમમલ્ટિ-લેવલ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની 1,219 મીમી વ્યાસની ₹41.71 કરોડની પાણીની પાઈપલાઈન, રૈયાધાર વોર્ડ-1 ખાતે ₹29.73 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી ડૉ.વી.કે.સિંઘ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતા.