ત્રીજી ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશન (FIPIC) સમિટમાં હાજરી આપવા માટે પાપુઆ ન્યુ ગિનીની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાપુઆ ન્યૂ ગિની અને ફિજીએ તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માન કર્યું હતું.
મોદીને તેમના ફિજીયન સમકક્ષ સિટિવેની રાબુકા દ્વારા તેમના વૈશ્વિક નેતૃત્વ માટે “ધ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી”થી નવાજવામાં આવ્યા હતા, જે બિન-ફિજીયન નાગરિક માટેના વિરલ સન્માન છે.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે “ભારત માટે મોટું સન્માન. વડાપ્રધાન મોદીને ફિજીના વડાપ્રધાન દ્વારા ફિજીનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. તેમના વૈશ્વિક નેતૃત્વની માન્યતામાં ફિજીના કમ્પેનિયન ઓફ ઑર્ડર ઑફ ફિજી. માત્ર થોડાક જ બિન-ફિજીયનોને આ સન્માન મળ્યું છે,
પાપુઆ ન્યુ ગિનીએ પેસિફિક દ્વીપના દેશોની એકતાના ઉદ્દેશ્યની તરફેણ કરવા અને ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરવા બદલ પીએમ મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક ઓર્ડર ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ (GCL) એનાયત કર્યો હતો. આ ટાપુ રાષ્ટ્રના બહુ ઓછા બિન-નિવાસીઓને આ એવોર્ડ મળ્યો છે.