વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટ બાદ થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કરવા પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે 17 ઓક્ટોબરે વાતચીત કરી હતી. સોમવારની રાત્રે હોસ્પિટલ પર થયેલા હુમલામાં આશરે 500 લોકોના મોત થયા હતા. અગાઉ ભારતના વડાપ્રધાનને ઇઝરાયેલના વડાપ્રધાનને ફોનકોલ કર્યો હતો. આમ પેલેસ્ટાઇનના નેતા સાથે મોદીની વાતચીતને ભારત સંતુલિત વલણ હોવાનું માનવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ એક્સ (ટ્વીટર) પર જણાવ્યું હતું કે “પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે વાતચીત કરી હતી. ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના જીવ ગુમાવવા પર મારી સંવેદના વ્યક્ત કરી હતી. અમે પેલેસ્ટિનિયન લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખીશું. પ્રદેશમાં આતંકવાદ, હિંસા અને બગડતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે ભારતના લાંબા ગાળાના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.