ભારતમાં નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થઈ છે. મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ 26 મે હતી. ભાજપ 2014ની સરખામણીમાં 2019માં મોટી જીત સાથે સત્તામાં પરત ફર્યું હતું. આ મોટી જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં શરૂ કરવામાં આવેલી તમામ કલ્યાણકારી યોજનાઓએ મોટી ભૂમિકા ભજવી છે. જોકે, વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે ઘણી સમસ્યાઓ હતી. સરકારના આ 8 વર્ષના સફરમાં કેટલીક યોજનાઓ ઘણી લોકપ્રિય થઈ છે. તેમની અનેક યોજનાઓ-પગલાઓ ખૂબ જ ચર્ચામાં પણ રહ્યા છે. સરકારે પોતાના વચનો પૂરા કરવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેણે વિપક્ષની ટીકાની સાથે લોકોની પ્રશંસા પણ મેળવી છે. સ્વચ્છ ભારત મિશન હોય ત્યારે ખુદ વડા પ્રધાન મોદી પોતે ઝાડુ લઈને મેદાનમાં ઉતર્યા હોય કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવી હોય, રેલવે બજેટને સામાન્ય બજેટ અને ઉજ્જવલા અને જન ધન યોજના સાથે જોડવાનું હોય, તેની વ્યાપક અસર લોકો પર પડી છે. તેની સાથે વિશ્વનું ધ્યાન પણ તેમમએ આકર્ષિત કર્યું છે. આઠ વર્ષમાં મોદી સરકારે નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક, GSTનો અમલ, ટ્રિપલ તલાક,
જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ્ કરવી, CAAનો કાયદો, કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્યમાન ભારત જેવી અનેક યોજનાઓની શરૂ કરીને તેઓ ચર્ચામાં રહ્યા છે.