વડાપ્રધાન મોદી સોમવારે અમરિકાના પ્રમુખ જો બાઇડેન, ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મેક્રોં અને કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોને મળ્યા હતા. જર્મનીના ચાન્સેલર ઓલાફ સોલ્જે તેમણે આવકાર આપ્યો હતો અને તે પછી અમેરિકાના પ્રમુખ બાઇડેન વડાપ્રધાન મોદી તરફ આવ્યા હતા અને તેમની સાથે હાથ મિલાવ્યો હતો.
જી સેવનની બેઠકમાં ભારતના વધી રહેલા કદનો એક શાનદાર નજારો જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે વાતચીત કરવામાં વ્યસ્ત હતા ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને પાછળથી મોદીના ખભા પર હાથ મૂક્યો હતો અને તેમની સાથે મુલાકાત કરી હતી. યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો અને યુદ્ધ હજુ સુધી ચાલી રહ્યું છે ત્યારે ભારતે સંતુલન જાળવી રાખ્યું છે.