વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે, 7 જૂન, 2024 ના રોજ નવી દિલ્હીમાં સંવિધાન સદન ખાતે NDA સંસદીય પક્ષની બેઠકને સંબોધિત કરે છે. (PTI Photo)

ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના નવા ચૂંટાયેલા સાંસદોની ગુરુવારે જૂના સંસદભવનમાં યોજાયેલી બેઠકમાં સર્વસંમતીથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ પછી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્વૌપતિ મુર્મુને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાષ્ટ્રપતિએ મોદીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. આની સાથે નરેન્દ્ર મોદીએ રવિવાર સાંજે 6 વાગ્યે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદી આની સાથે સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુની રેકોર્ડની બરાબર કરશે.

એનડીએના સાંસદોના નેતા તરીકે મોદીની ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન મોદી એનડીએના સાથી પક્ષો ટીડીપીના એન ચંદ્રબાબુ નાયડુ અને જેડી(યુ)ના નીતિશ કુમાર સહિતના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા તથા તેમને ટેકો આપતા સંસદસભ્યોની યાદી રજૂ કરી હતી. રાષ્ટ્રપતિને મળતા પહેલી મોદીએ ભાજપના પીઢ નેતાઓ એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીને ઘરે જઇને તેમના આશીર્વાદ લીધા હતા.

NDA પાસે 293 સાંસદો છે, જે 543-સભ્યોની લોકસભામાં 272ના બહુમતી જાદૂઈ આંકડાથી વધુ છે.

કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ ગુરુવારે દિવસભર ચર્ચાવિચારણા કરીને સરકારની રચનાના પ્રયાસો તેજ કર્યા હતાં. બીજી તરફ જનતા દળ (યુનાઇટેડ)ના એક વરિષ્ઠ નેતાએ માગણી કરી હતી કે તેમની પાર્ટીને નવી કેબિનેટમાં સન્માનજનક પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

ભાજપના અન્ય સાથી LJP(R)ના નેતા ચિરાગ પાસવાનને કેબિનેટમાં સ્થાન મેળવવા માટે દાવેદાર ગણવામાં આવે છે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે મોદીને તેમની પાર્ટીનો ટેકો બિનશરતી છે, કારણ કે તેમના નેતૃત્વ હેઠળ જ NDAએ બહુમતી મેળવી છે.

ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાઈ હતી. કેબિનેટમાં વિવિધ પક્ષોને કેટલું પ્રતિનિધિત્વ આપવા જેવા મુદ્દા અંગે સાથી પક્ષો સાથે વિચારવિમર્શ કરવાની કવાયતના ભાગરૂપે આ બેઠક યોજાઈ હોવાનું માનવામાં આવે છે. ભાજપમાંથી પણ સંભવિત ઉમેદવારોની પસંદગી અંગે આ બેઠકમાં ચર્ચાવિચારણા થઈ હોવાનું માનવામાં આવે છે.

ભાજપના સાથી પક્ષ જનતા દળ (યુનાઈટેડ)ના નેતાઓએ પણ પાર્ટીના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ચર્ચાવિચારણા કરી હતી. પ્રાદેશિક પક્ષ બિહારમાં ખોવાયેલા મેદાનને પુનઃપ્રાપ્ત કરવા માટે કેટલાક કેટલાંક મહત્ત્વના મંત્રાલયો મેળવવા માગે છે. જેડીયુએ લોકસભાની ચૂંટણીમાં વ્યાપક ધારણાથી વિરુદ્ધ ઘણું સારુ પ્રદર્શન કર્યું હતું. તેથી તેની અપેક્ષા પણ વધુ છે. 12 સાંસદો સાથે, JD(U) તેલુગુ દેશમ પાર્ટી પછી બીજેપીનો બીજો સૌથી મોટો સહયોગી પક્ષ છે, ટીડીપી પાસે 16 સંસદસભ્યો છે. ભાજપની આગેવાની હેઠળની નવી સરકાર અસ્તિત્વ માટે આ બંને પક્ષો પર નિર્ભર રહેશે.

 

 

LEAVE A REPLY