ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન્સ ડોક્યમુમેન્ટ્રી સીરીઝ બાબતે બીબીસીના પ્રવક્તા અનુસ્કા રસેલે એક ઇમેલ નિવેદનમાં જણાવ્યું હતું કે “બીબીસી વિશ્વભરના મહત્વપૂર્ણ મુદ્દાઓને પ્રકાશિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ડોક્યમુમેન્ટ્રી સીરીઝ ભારતના હિંદુ બહુમતી અને મુસ્લિમ લઘુમતી વચ્ચેના તણાવની તપાસ કરે છે અને તે તણાવના સંબંધમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદીના રાજકારણની શોધ કરે છે. તાજેતરના વર્ષોમાં ભારત અને સમગ્ર વિશ્વમાં આ નોંધપાત્ર અહેવાલ અને રસનો સ્ત્રોત રહ્યો છે.
“ડોક્યુમેન્ટરીનું ઉચ્ચતમ સંપાદકીય ધોરણો અનુસાર સખત સંશોધન કરવામાં આવ્યું હતું. લોકો, સાક્ષીઓ અને નિષ્ણાતોની વિશાળ શ્રેણીનો સંપર્ક કરાયો હતો, અને અમે વિવિધ મંતવ્યો દર્શાવ્યા છે. જેમાં ભાજપના લોકોના પ્રતિસાદોનો પણ સમાવેશ થાય છે. અમે ભારત સરકારને સીરીઝમાં ઉઠાવવામાં આવેલી બાબતોનો જવાબ આપવા માટે પૂછ્યું હતું પરંતુ તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.