(ANI Photo)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે 2015માં ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા પછી મોદીએ નવ વર્ષ સુધી નાગાલેન્ડના રાજકીય મુદ્દાના ઉકેલ માટે કંઈ કર્યું નથી.

નાગાલેન્ડના મોકોકચુંગ શહેરમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન એક જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નાગા લોકોના વિશ્વાસ વિના અને તેમની સાથે ચર્ચા કર્યા વિના સમસ્યાનો ઉકેલ લાવી શકાશે નહીં. વડાપ્રધાન પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે જો તમારી પાસે કોઈ ઉકેલ ન હોય, તો તમારે ખોટું બોલવું જોઈએ નહીં. તમે કહી શકો કે આપણે ઉકેલ લાવવા કામ કરવું પડશે અને અમે ઉકેલ તરફ કામ કરીશું, પરંતુ તમે નાગા લોકો સાથે જૂઠું ન બોલો. આ મુદ્દો ગંભીર છે અને તેનો ઉકેલ જરૂરી છે.

ફ્રેમવર્ક એગ્રીમેન્ટનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું  હતું કે વડાપ્રધાને નવ વર્ષ પહેલા નાગા લોકોને ખોટા વચનો આપ્યાં હતા. કોંગ્રેસ પાર્ટી નાગા રાજકીય મુદ્દાના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. નાગા બળવાખોરોની શરૂઆત 1947માં થઈ હતી.

LEAVE A REPLY