ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 ઓક્ટોબરે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ભારતનું પ્રથમ 24×7 સોલાર પાવર્ડ વિલેજ જારી કર્યું હતું અને મોઢેરા વિશ્વ વિખ્યાત સૂર્યમંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો ખૂલ્લો મૂક્યો હતી. વડાપ્રધાને મહેસાણા જિલ્લાાં રૂ.3092 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.
આ પછી મોઢેરામાં જનસભા સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કે આજે મોઢેરા માટે મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જા ફેલાઈ છે. વીજળી,પાણી, રોડ, રેલ, ડેરી, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી રોજગારીની નવી તકો ઊભી થશે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે અને સમગ્ર પ્રદેશમાં પ્રવાસન સંબંધિત સુવિધાઓનુ પણ વિસ્તરણ કરશે.
તેમણે જણાવ્યું હતું કે મોઢેરા સોલાર પાવર્ડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. આ ગુજરાતની શક્તિ છે, જે આજે મોઢેરામાં દેખાઈ રહી છે. તેઓ ગુજરાતના ખૂણે ખૂણે હાજર છે. આક્રમણકારોએ મોઢેરાના સૂર્ય મંદિરને નષ્ટ કરવા, તેને માટીમાં ભેળવવા માટે શું કર્યું તે કોણ ભૂલી શકે. જે મોઢેરા પર વિવિધ અત્યાચારો થયા, તે મોઢેરા હવે તેની પૌરાણિક કથા તેમજ આધુનિકતા માટે વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યું છે.
મોદીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં જ્યારે પણ સોલાર પાવરની વાત થશે ત્યારે મોઢેરાનું નામ સૌથી પહેલા લેવામાં આવશે. અત્યાર સુધી એવું થતું હતું કે સરકાર વીજળી ઉત્પન્ન કરતી હતી અને લોકો ખરીદતા હતા. કેન્દ્ર સરકાર લોકો તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવે તે માટે પ્રયાસ કરી રહી છે. ખેડૂતો તેમના ખેતરોમાં વીજળી ઉત્પન્ન કરે છે. દેશમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા નાણાકીય મદદ આપવામાં આવી રહી છે. હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે.
મોદી આ મુલાકાત દરમિયાન ગુજરાતને રૂ.14500 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. 10 ઓક્ટોબરે મોદી ગાંધીનગરથી ભરુચ જવા રવાના થશે. ભરૂચમાં રૂ. 8000 કરોડના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ કરશે. આ પછી મોદી આણંદમાં પહોંચશે અને જાહેર સભાને સંબોધિત કરશે.
આણંદમાં જાહેરસભાને સંબોધિત કર્યા પછી તેઓ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદના ગોતા નજીક શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે. એ પછી તેઓ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ જામનગર પહોંચશે. જામનગરમાં સૌની યોજના ફેઝ-2 સહિત રૂ. 8000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
11 ઓક્ટોબરના રોજ જામનગરથી રાજકોટના જામકંડોરણા પહોંચશે. અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદ પરત ફરશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ રૂ.1300 કરોડના આરોગ્ય સુવિધાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં જાહેર જનતાને સંબોધિત કરશે. ગુજરાતનો પ્રવાસ પૂરો કરીને મોદી મહારાષ્ટ્રના ઉજ્જૈનમાં જશે અને મહાકાલની પૂજા કરશે.
મોઢેરા સૂર્ય મંદિરમાં 3D હેરિટેજ લાઇટિંગ શો
(ANI Photo)
વડાપ્રધાન મોદીએ મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં મોઢેશ્વરી માતાના મંદિરમાં દર્શન કર્યા હતા.(ANI Photo)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરના પરિસરમાં સૌર ઊર્જા સંચાલિત હેરિટેજ લાઇટિંગ્સ અને 3D પ્રોજેક્શનનો શુભારંભ કરાવશે. મોઢેરાના ઈતિહાસને દર્શાવી પ્રવાસીઓને માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ 3D પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઈટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ 3D પ્રોજેક્શનનો 18 મીનીટનો શો દરરોજ સાંજે 2 વાર ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેરીટેજ લાઈટીંગને નિહાળવા લોકો સાંજે 6થી 10 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે અને લાઈટિંગના આ સુંદર નજારાને નિહાળી શકશે.
આ લાઈટિંગ એન્ડ સાઉન્ડ શો સંપૂર્ણ રીતે સૌર ઉર્જાથી સંચાલિત થશે. પ્રોજેક્શન મેપિંગ અને લાઈટીંગ શો તેમજ 3D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરાશે. દરરોજ સાંજે 7થી 7:30 વાગ્યા સુધી 3D પ્રોજેક્શન ઓપરેટ થશે અને 3D પ્રોજેક્શનનો 18 મિનિટનો શો દરરોજ સાંજે 2 વાર ચાલશે તેમજ સૂર્ય મંદિરના પરિસરમાં રોજ આકર્ષક હેરિટેજ લાઇટિંગ થશે.
મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે અમદાવાદના અસારવામાં મંજુશ્રી મિલ્સ કમ્પાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેનાથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર એક નવી સફરનો પ્રારંભ કરશે.
850 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું નિર્માણ રૂ. 408 કરોડના ખર્ચે કરાયું છે. મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ હાથ ધરવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને ક્લિનિકલ સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટર પ્રી અને પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ કેરની જરૂરિયાત ધરાવતા મોટી સંખ્યામાં દર્દીઓને સમાવી શકે છે.
વન ગુજરાત, વન ડાયાલિસિસ પ્રોગ્રામ
મોદી વન ગુજરાત, વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ સમગ્ર ગુજરાતમાં 188 ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ તમામ 252 તાલુકામાં ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવાનો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની હોસ્પિટલ), અમદાવાદ અને ગુજરા