વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રિટિશ વડા પ્રધાન તરીકે ચૂંટાયેલા ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને દ્વિપક્ષીય સંબંધો માટે રોડમેપ 2030 અમલમાં મૂકવા માટે ઉત્સુક છે.
મોદીએ ટ્વીટ કર્યું, “UKના PM બનવા બદલ ખૂબ અભિનંદનય હું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને રોડમેપ 2030 ને અમલમાં મૂકવા માટે ઉત્સુક છું. આપણે આપણા ઐતિહાસિક સંબંધો આધુનિક ભાગીદારીમાં તબદિલ કરી રહ્યાં છે ત્યારે UKના ભારતીયો સમુદાય રુપ ‘જીવંત સેતુ’ને દિવાળીની વિશેષ શુભેચ્છાઓ.”
ભારત-યુકે ભાવિ સંબંધો માટે રોડમેપ 2030 ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો. દિવાળી સુભ અવસરે ગવર્નિંગ કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે બિનહરીફ ચૂંટાયા બાદ સુનકે બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન તરીકે ઇતિહાસ રચશે.ભારતના બીજા રાજકીય નેતાઓ અને હસ્તીઓએ પણ બ્રિટનના નવા ચૂંટાયેલી વડાપ્રધાનને અભિનંદન આપ્યા હતા.