આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા ભાજપ સંગઠને જ નહી, રાજ્ય સરકારે પણ તૈયારીઓ આદરી છે. આ દિવસે ગુજરાતમાં નડાબેટ અને મોઢેરા સોલરપાર્કનુ લોકાપર્ણ કરાશે. આ ઉપરાંત ગાંધીનગરમાં સ્કૂલ ઓફ એક્સેલન્ટ પ્રોગ્રામનુ ય લોકાપર્ણ કરવામાં આવનાર છે.
પાટનગર ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તા. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા ભાજપે આયોજન ઘડયુ છે. રક્તદાન શિબિર, વૃક્ષારોપણ,બાળકોની ઓપનહાર્ટ સર્જરી સહિતના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પણ મોદીના જન્મદિને વિવિધ પ્રોજેક્ટનુ લોકાપર્ણ કરવા નક્કી કર્યુ છે.
સૂત્રોના મતે, કેબિનેટની બેઠકમાં એવુ નક્કી કરાયુ છેકે, ગુજરાતની સરહદે આવેલા નડાબેટ સીમાદર્શન માટે આગવુ સૃથળ સાબિત થશે.પ્રવાસન વિભાગે નડાબેટને પ્રવાસીઓને અટારી બોર્ડરની યાદ અપાવે તેવુ નિર્માણ કર્યુ છે. મોદીના જન્મદિવસે નડાબેટનુ લોકાપર્ણ કરાશે. આ જ પ્રમાણે, ઉત્તર ગુજરાતના મોઢેરામાં સોલારપાર્કનુ પણ લોકાપર્ણ કરવામાં આવનાર છે. મોઢેરામાં આખાય ગામમાં સોલાર ઉર્જાનો ઉપયોગ કરાયો છે. ગાંધીનગરમાં સ્કુલ ઓફ એક્સેન્ટ પ્રોગ્રામનુ પણ લોકાપર્ણ મોદીના જન્મદિવસે જ કરવામાં આવશે. ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનુ લોકાપર્ણ કરવા આયોજન કરાયુ છે. અત્યારે તો વડાપ્રધાનના કાર્યાલયથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.