અમેરિકા યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન બેઠક યોજી હતી. બાઇડન પ્રેસિડન્ટ બન્યાં પછી બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ બેઠક હતી. વડાપ્રધાન મોદી શુક્રવારે રાત્રે ક્વાડ દેશોની સમીટમાં પણ હાજર રહેશે. બાઇડનને કોરોના સામેની લડાઈ, વૈશ્વિક પર્યાવરણ સામેના પડકારો અને સુરક્ષિત ઇન્ડો પેસિફિક વિસ્તાર માટે ભારત સાથે વધુ કામગીરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.આ બેઠકમાં બાઇડને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બનશે.
મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટને જણાવ્યું હતું કે આ દાયકો ટેલેન્ડ અને લોકોના લોકો સાથે જોડાણથી આકાર લેશે. મને ખુશી છે કે ઇન્ડિયન ડાયાસ્પોરા અમેરિકાની પ્રગતિમાં સક્રિય યોગદાન આપી રહ્યો છે.
દ્વિપક્ષીય સમીટને મહત્ત્વની ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે આપણે આ સદીના ત્રીજા દાયકાના પ્રારંભમાં મળી રહ્યાં છે. આપણી નેતાગીરી આ દાયકામાં મહત્ત્વની ભૂમિકા ભજવનશે. અમેરિકા અને ભારત વચ્ચે ક્યારેય ન હોય તેવી મજબૂત મિત્રતાનો પાયો નાંખવામાં આવ્યો છે.
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં બાઈડને કહ્યું કે મને વિશ્વાસ છે કે અમેરિકા-ભારત સંબંધો અનેક વૈશ્વિક પડકારોને ઉકેલવામાં મદદ કરી શકે છે. વર્ષ 2006માં હું વાઇસ પ્રેસિડન્ટ હતો ત્યારે મે કહ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશ હશે. મુલાકાત સમયે બાઈડને તેમની મુંબઈ મુલાકાત યાદ કરી હતી. તે સમયે તેઓ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટને જણાવ્યું હતું કે બન્ને દેશની લોકશાહી અને પરંપરાઓ વિશ્વ માટે મિસાલ છે. બાઈડનનું વિઝન અમારા માટે પ્રેરક છે. અમેરિકામાં 40 લાખ ભારતીયો છે. અહીં અમેરિકાને શક્તિશાળી બનાવવામાં મદદ કરી રહ્યા છે. અમે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટને વધારવો પડશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપારનું આગવું મહત્વ ધરાવે છે.આ દાયકામાં વેપાર ક્ષેત્રે પણ આપણે એકબીજાને વ્યાપક પ્રમાણમાં મદદ કરી શકીએ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે પ્રેસિડેન્ટ બાઈડન સાથે વર્ષ 2014 અને ત્યારબાદ 2016માં વાતચીત કરવાની તક મળી હતી.કેટલાક ક્ષેત્રોમાં ભારતને અમેરિકાની જરૂર છે અને કેટલાક ક્ષેત્રોમાં અમેરિકાને ભારતની જરૂર છે. આ દાયકો ટેલેન્ટનો છે અને ભારતીયો તેમા અમેરકાની મદદ કરે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આપણે આ પ્લેનેટના ટ્રસ્ટી છીએ. આપણે તેની રક્ષા કરવી પડશે. ક્લાઈમેટ ચેન્જ અને કોવિડ જેવા મુદ્દે બન્ને દેશ સાથે મળી કામ કરી રહ્યા છે.