ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેન અને તેમના ડેપ્યુટી કમલા હેરિસ સાથે મંગળવારે ફોન પર વાત કરી હતા અને બંનેને અભિનંદન આપ્યા હતા.
વડાપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બિડેનને ફોન પર અભિનંદન આપ્યાં હતા. અમે ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સંબંધો માટે પોતાની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી. કોવિડ-19 મહામારી, ક્લાઈમેન્ટ ચેન્જ અને ઈન્ડિયા પેસિફિક રિઝનમાં સહયોગ જેવા મુદ્દાઓ પર પણ વાતચીત થઈ હતી.
બીજા ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમણે અમેરિકાના ઈલેક્ટ વાઈસ-પ્રેસિડેન્ટ હેરિસને પણ અભિનંદન આપ્યાં હતા. તેમની સફળતા ઈન્ડિયન-અમેરિકન કમ્યુનિટી માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે. આ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો માટે એક મજબૂત સ્ત્રોત છે.