ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોધ્યાનો યાત્રાધામ તરીકે વિકાસ કરતી વખતે તેને ભારતની શ્રેષ્ઠ પરંપરાનું પ્રતિક બનાવવા સૂચના આપી હતી. અયોધ્યા દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતનાને જાગ્રૃત કરવાવાળું શહેર છે. જે ભારતની પરંપરાઓ અને વિકાસની યાત્રાને પ્રદર્શિત કરવાવાળું હોવું જોઈએ, એમમ મોદીએ અયોધ્યાના સમગ્ર વિકાસની સમીક્ષા માટેની વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું. આ બેઠકમાંઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે વિઝન ડોક્યુમેન્ટનું ઓનલાઈન પ્રેઝન્ટેશન જોયા બાદ મોદીએ કહ્યું હતું કે, અયોધ્યા સાંસ્કૃતિક અને પ્રભાવશાળી એમ બંને છે. આ દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતનાને જાગ્રૃત કરનારૂં શહેર છે. જે ભારતની પરંપરાઓ અને વિકાસની યાત્રાને પ્રદર્શિત કરનારૂ હોવું જોઈએ. અહીંની માનવીય પ્રકૃતિને ભવિષ્યની આધારભૂત સંરચના સાથે મેળ ખાતુ હોવું જોઈએ. જે પર્યટકો અને શ્રદ્ધાળુઓ એમ બંને માટે ફાયદાકારક હશે.