દેશની જનતા માટે સમર્પણ અને પડોશી દેશો સાથે સદભાવને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મજબૂત વૈશ્વિક નેતા તરીકે ઊભર્યા છે. મોદીની આ છબી દિનપ્રતિનિધિ વધુ મજબૂત બની રહી છે. આજે મોદી વિશ્વના તમામ નેતાઓને પાછળ રાખીને સૌથી વધુ લોકપ્રિય નેતા બની ગયા છે.
યુદ્ધના આ સમયગાળામાં વિશ્વના તમામ નેતાઓની પ્રતિષ્ઠા ઘટી છે, જ્યારે મોદીની પ્રતિષ્ઠામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ કંપની ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે મુજબ મોદીનું એપ્રુવલ રેટિંગ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સહિતના વિશ્વના 12 પ્રેસિડન્ટ કરતાં ઊંચું રહ્યું છે.
જાન્યુઆરીમાં મોદીનું એપ્રુવલ રેટિંગ વધીને 71 ટકા થયું હતું, જોકે તાજેતરના સર્વેમાં તે વધુ વધીને 77 ટકાએ પહોંચ્યું છે. ગયા મહિને આ સર્વેમાં મોદી 71 ટકા એપ્રુવલ રેટિંગ સાથે નંબર વન હતા.
વિશ્વયુદ્ધના હાલના માહોલમાં વિશ્વના દિગ્ગજ નેતાઓ 40થી 42 ટકા એપ્રુવલ રેટિંગ પર અટકી ગયા છે, જ્યારે મોદી 77 ટકા રેટિંગ સાથે દુનિયાની પ્રથમ પસંદગી છે.
મોર્નિંગ કન્સલ્ટ નિયમિત રીતે વિશ્વના નેતાઓના રેટિંગને ટ્રેક કરે છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, બ્રિટન અને અમેરિકા સરકારના નેતાઓના એપ્રુવલ રેટિંગને ટ્રેક કરે છે. સાપ્તાહિક ધોરણે નવા ડેટા સાથે આ યાદીને અપડેટ કરવામાં આવે છે.
મોદી લોકપ્રિયતામાં વધારો
નેતા એપ્રુવલ રેટિંગ
નરેન્દ્ર મોદી (ભારત) 77%
એન્ડ્રેસ મૈનુઅલ લોપેજ ઓબ્રેડોર (મેક્સિકો): 63%
મોરિયો ડ્રાગી(ઇટલી) 54%
ઓલાફ સ્કોલ્જો(જર્મની) 45%
ફુમિયો કિશિડા (જાપાન) 42%
જસ્ટિન ટ્રુડો(કેનેડા) 42%
જો બાઇડન (અમેરિકા) 41%
ઇમેન્યુઅલ મેક્રો (ફ્રાન્સ) 41%
બોરિસ જોન્સન (બ્રિટન) 33%