વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આવેલા UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. (ANI Photo)

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ના એક દિવસ પહેલા મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે રોડ શો યોજ્યો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી 3 કિમી લાંબો રોડ પર આ શો યોજવામાં આવ્યો હતો. રોડ શોને લઈ લોકોમાં જબરદસ્ત જોવા મળ્યો હતો અને ઠેકઠેકાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પહેલા એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના પ્રેસિડન્ટનું સ્વાગત કર્યું હતું. UAEના પ્રમુખ પણ VGGSમાં પણ ભાગ લેવાના છે. જેનું ઉદઘાટન મોદી 10 જાન્યુઆરીએ કરશે.

રોડ શો અને સમિટ પહેલા સુરક્ષા ચાંપતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સ્થાનિક પોલીસ ઉપરાંત 500થી વધુ ટ્રાફિક અધિકારીઓ તૈનાત કરાયા હતા. અમદાવાદના લોકોને ઈન્દિરા સર્કલ/એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલનો રૂટ ટાળવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ રોડ શો 2017માં તત્કાલિન જાપાનીઝ વડાપ્રધાન શિન્ઝો આબે સાથે અને પછી ફેબ્રુઆરી 2020માં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોની યાદ અપાવી હતી. આ કાર્યક્રમોમાં આવા ઉચ્ચ-પ્રોફાઇલ નેતાઓની સહભાગિતા ભારત અને UAE વચ્ચેના મજબૂત સંબંધોને હાઇલાઇટ કરે છે. તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વૈશ્વિક અપીલને પણ હાઇલાઇટ કરે છે, જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાનું ચાલુ રાખે છે.

LEAVE A REPLY