Prime Minister Modi's mother Hiraba was admitted to the hospital due to deteriorating health
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબેન (ANI ફોટો)

ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કામાં 93 બેઠકો માટે સોમવાર, 5 ડિસેમ્બરે મતદાન ચાલુ થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના 100 વર્ષના માતા હીરાબાએ સવારે મતદાન કર્યું હતું.

વડાપ્રધાન મોદી ચાલતા ચાલતા મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને તેમણે અમદાવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું, જ્યારે ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનન 100 વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનુ છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું. મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદી તેમના ભાઈ સોમભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા.

કડી શહેરના બ્રાહ્મણની વાડી ખાતે ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ હતું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શકરસિંહ વાઘેલાએ ગાંધીનગર વાસણિયા મહાદેવ ખાતે મતદાન કર્યું હતું. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પોતાના ગામ ભાચરમાં મતદાન કર્યું હતું. વિજાપુરમાં 110 વર્ષના શાંતાબેન ઠાકોરે મતદાન કર્યું હતું.

LEAVE A REPLY