ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 76 ટકા એપ્રુલવ રેટિંગ સાથે ફરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઊભર્યા છે. મોર્નિંગ કન્સલ્ટ ફર્મના સરવેમાં જણાવ્યા મુજબ મેક્સિકોના પ્રેસિડેન્ટ એન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ૬૧ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે યાદીમાં બીજા ક્રમે રહ્યા છે. એનો અર્થ એ થયો કે, મોદી અને બીજા ક્રમના નેતા વચ્ચે એપ્રુવલ રેટિંગમાં ૧૫ ટકાનો તફાવત છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની એલ્બનીઝને ૫૫ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે ત્રીજું સ્થાન મળ્યું છે.
બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકને ‘ધ મોર્નિંગ કન્સલ્ટ’ના સરવેમાં ૩૪ ટકા એપ્રુવલ રેટિંગ સાથે 10માં ક્રમે છે, જ્યારે બાઇડન 41 ટકા એપ્રુવલ રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે.
મોદીને ૭૬ ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે, જે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન સહિત અગ્રણી વૈશ્વિક નેતાઓની તુલનામાં ઘણું વધારે છે. જોકે, ફેબ્રુઆરીમાં મોદીનું એપ્રુવલ રેટિંગ ૭૮ ટકા હતું, જે સહેજ ઘટ્યું છે. મોર્નિંગ કન્સલ્ટના તાજેતરના સરવેમાં જણાવ્યા અનુસાર અન્ય કોઈ વૈશ્વિક નેતા લોકપ્રિયતાની રીતે મોદીની નજીકમાં પણ નથી. તાજેતરમાં ભારતની મુલાકાત લેનાર ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ૪૯ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે ચોથું સ્થાન હાંસલ કર્યું છે. બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુલા ડિ સિલ્વાનું એપ્રુવલ રેટિંગ પણ ૪૯ ટકા છે અને તે પાંચમા ક્રમે છે. જ્યારે ૩૯ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે કેનેડાના જસ્ટિન ટ્રુડોએ લિસ્ટમાં સાતમું સ્થાન હાંસલ કર્યું છે.જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ ૩૫ ટકા સાથે નવમા ક્રમે રહ્યા છે