ભારત સરકારના આઈટી અને કમ્યૂનિકેશન્સ પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જણાવ્યું હતું કે, દેશમાંથી મોબાઈલ ફોનની નિકાસ આગામી વર્ષે પાંચ ગણાથી વધુ વધીને 50-60 બિલિયન ડોલરે પહોંચશે તેવો અંદાજ છે. ગત વર્ષે 11 બિલિયન ડોલરના મૂલ્યના મોબાઈલ ફોનની નિકાસ થઈ હતી.
એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં અત્યારે 10 લાખ લોકોને રોજગાર મળે છે જે આવનારા દિવસોમાં વધીને 25 લાખ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 10 વર્ષ પહેલાં ભારત 98 ટકા મોબાઈલ ફોનની આયાત કરતું હતું અને અત્યારે 99 ટકા મોબાઈલ ડિવાઈસીસ મેઈડ ઈન ઈન્ડિયા છે. ગત વર્ષે 11 બિલિયન ડોલરના મૂલ્યના મોબાઈલ ફોનની નિકાસ થઈ હતી. જોકે, હજુ મોબાઈલ ફોનની નિકાસ માટે ભારતે ઘણી કામગીરી કરવી પડશે. 2010 પહેલાં ભારત અને વિયેતનામ બન્નેનો આ ક્ષેત્રે 1 ટકાથી ઓછો હિસ્સો હતો. પરંતુ વિયેતનામનો હિસ્સો વધીને 2022માં 12 ટકા થઈ ગયો છે, જ્યારે ભારતનો હિસ્સો હજુ 2.5 ટકા પર પહોંચ્યો છે. ચીન મોબાઈલ ફોનની નિકાસમાં વિશ્વમાં ટોચના ક્રમે છે પરંતુ 2015થી તેની નિકાસ ઘટી રહી છે અને વિયેતનામ ઉપરાંત હોંગકોંગ, યુએઈ, ચેક રિપબ્લિક, અમેરિકા, સાઉથ કોરિયા જેવા દેશોની નિકાસ વધી રહી છે.

LEAVE A REPLY