ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 0-14 વર્ષની 331 છોકરીઓ અને 15-18 વયજૂથની 1,409 છોકરીઓ ગુમ થઈ હતી, જે આંકડો પાંચ વર્ષમાં સૌથી વધુ છે, એમ ગુજરાત સરકારના તાજેતરના ડેટામાં જણાવાયું હતું.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં છોકરીઓ ગુમ થવાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું, આ શહેરોમાંથી કુલમાંથી 47 ટકા યુવતીઓ ગુમ થઈ હતી. વર્ષ 2017ના પહેલા છ મહિનામાં 0-14 વર્ષની 317 છોકરીઓ ગુમ થઈ હતી. આ વર્ષે ગુમ થયેલા બાળકો, જેઓ પાછા ફર્યા છે અથવા મળી આવ્યા છે, તે વાર્ષિક ડેટા અનુસાર 46 ટકા છે, જે પાંચ વર્ષ કરતાં ઓછા છે.
ગુમ થયેલા બાળકોને શોધવા માટે રચવામાં આવેલી પોલીસ ટીમોના એક સભ્યએ જણાવ્યું હતું કે, ડિજિટલ ડિવાઈસના ઉપયોગમાં વધારાના કારણે સમસ્યાઓ ઉભી થઈ છે. તાજેતરમાં નવમા ધોરણમાં ભણતી એક છોકરી 20 વર્ષના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી.