ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા ધારા, 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે.
વિવાદાસ્પદ નાગરિકતા સુધારો ધારા, 2019 (CAA)ની જગ્યાએ નાગરિકતા ધારા, 1955 હેઠળ નાગરિકત્વ આપવાના પગલાંનું વિશેષ મહત્ત્વ છે. CAAમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.પરંતુ આ કાયદા હેઠળના નિયમો હજુ સુધી સરકાર દ્વારા ઘડવામાં આવ્યા નથી, તેથી અત્યાર સુધી કોઈને તેના હેઠળ નાગરિકતા આપી શકાઈ નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નોટિફિકેશન મુજબ ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને કલમ 5 હેઠળ ભારતના નાગરિક તરીકે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે અથવા તેમને નેચરલાઈઝેશનનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ ઓનલાઈન સબમિટ કરવાની રહેશે, જેની પછી જિલ્લા કક્ષાએ કલેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવશે. અરજી અને તેના પરના અહેવાલો એક સાથે કેન્દ્ર સરકારને ઓનલાઈન ઉપલબ્ધ કરવાના રહેશે.
નરેન્દ્ર મોદી સરકાર 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ માઇગ્રન્ટ ( હિંદુઓ, શીખો, જૈનો, બૌદ્ધો, પારસીઓ અને ખ્રિસ્તીઓ)ને ભારતીય નાગરિકતા આપવા માંગે છે.