કન્ઝર્વેટિવ પક્ષની ટોચની લીડરશીપ માટેની હરીફાઈના સંભવિત ઉમેદવારો તરીકે જોવાતા અગ્રણી અને ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ સહિત તેમની કેબિનેટના મોટાભાગના મિનિસ્ટર્સે જૉન્સનનો પક્ષ લઇ પોતાની વફાદારી જાહેર કરી છે.
સુનકે સોમવારે રાત્રે ટ્વિટ કરી જણાવ્યું હતું કે “પીએમએ વિશ્વાસનો મત જીત્યો છે અને હવે આગળ વધવાનો સમય છે. આવતીકાલે અમે અર્થવ્યવસ્થાને આગળ વધારવા અને સારી જાહેર સેવાઓ પહોંચાડવા માટે કામ પર પાછા ફરીશું.”
ડેપ્યુટી પીએમ ડોમિનિક રાબે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’વિશ્વાસ મતમાં જીત્યા પછી વડા પ્રધાને ‘નવી ઊર્જા’ મેળવી છે. મને લાગે છે કે અમે આ મત પછી રેતીમાં એક રેખા દોરીએ છીએ, તે સ્પષ્ટ અને નિર્ણાયક રીતે જીતી હતી. અમે દેશના લોકો માટે વધુ પહોંચાડવા માટે આગળ વધીએ છીએ. અમારે સર્વશ્રેષ્ઠ રીતે આગળ વધવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. દેશના લોકો પર અમે ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ.’’
શ્રીમતી ટ્રસે કહ્યું હતું કે ‘’આનંદ છે કે સાથીદારોએ વડા પ્રધાનને સમર્થન આપ્યું છે. હું તેમને 100 ટકા સપોર્ટ કરું છું. હવે નોકરી પર જવાનો સમય છે.’’
એજ્યુકેશન મિનિસ્ટર નદીમ ઝહાવીએ જણાવ્યું હતું કે ‘’જૉન્સન ટોરી સાંસદોના મતમાં ‘સુંદર જીત્યા’ છે અને પાર્ટીને આગામી ચૂંટણી માટે યુદ્ધ કરવા તૈયાર રહેવા વિનંતી કરી છે. અમારી પાસે રાષ્ટ્રને દર્શાવવા માટે બે વર્ષ છે કે અમે અર્થતંત્રને પહોંચાડી શકીએ છીએ.”
એન્વાયર્મેન્ટ સેક્રેટરી જ્યોર્જ યુસ્ટીસે સ્વીકાર્યું હતું કે ‘’તે નિરાશાજનક છે કે અમારા પોતાના સાંસદોની નોંધપાત્ર લઘુમતીને PMમાં વિશ્વાસ નથી. અમારે તેવા સાંસદોને બોર્ડમાં પાછા લાવવાનું કામ કરવાનું છે.’’
વેલ્શ સેક્રેટરી સાયમન હાર્ટે સ્વીકાર્યું હતું કે જૉન્સન પાસે સાબિત કરવા માટે ઘણું બધું છે પરંતુ ગઈ રાતના મતદાનનું પરિણામ ‘ખૂબ નિર્ણાયક’ હતું. ચાલો આપણે જે કામ કરવા માટે ચૂંટાયા છીએ તે સાથે આગળ વધીએ.
લેવલિંગ-અપ સેક્રેટરી માઈકલ ગોવે કહ્યું હતું કે ‘’હવે આપણે જે પહોંચાડવા માટે ચૂંટાયા હતા તે કરવું જોઈએ – લેવલીંગ અપ, ગુનામાં ઘટાડો, બ્રેક્ઝિટના લાભો સુરક્ષિત કરવા અને જાહેર સેવાઓમાં સુધારો કરવો. ચાલો ડિલિવરી સાથે આગળ વધીએ અને લોકોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.’’
કલ્ચરલ સેક્રેટરી નાદિન ડોરીસે ટ્વીટ કર્યું હતું કે ‘’શાસનની નોકરી પર પાછા ફરવાનો સમય છે. સર કેર સ્ટાર્મર ચૂંટણીમાં સામનો કરવા માંગતા નથી અને બોરિસ જૉન્સને 1987 પછી સૌથી મોટી 14 મિલિયન મતો સાથે કન્ઝર્વેટિવે બહુમતી મેળવી છે.’’
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું છે કે જૉન્સનને કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ‘નવો જનાદેશ’ મળ્યો છે.
ભૂતપૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી લોર્ડ ફ્રોસ્ટે પીએમને તેમના વડા પ્રધાનપદને બચાવવા માટે ‘સીધા જ ટેક્સ ઘટાડવા’ માટે હાકલ કરી હતી.
છેલ્લા 20 વર્ષના અવિશ્વાસ મતની સરખામણી
થેરેસા મે – ડિસેમ્બર 2018
તરફેણમાં 200 મત (63 ટકા)
વિરૂધ્ધ 117 મત (37 ટકા)
બહુમતી: 83
ઇયાન ડંકન સ્મિથ – ઓક્ટોબર 2003
તરફેણમાં 90 મત (45.5 ટકા)
વિરૂધ્ધ 75 મત (55.5 ટકા)
બહુમતી: 15
- આ મતદાનથી 23 જૂનના રોજ યોજાનારી બે ચૂંટણીઓમાં પાર્ટીને મુશ્કેલીમાં મૂકશે. મતદાન સૂચવે છે કે લેબર 20-પોઇન્ટના માર્જિનથી વેકફિલ્ડની રેડ વોલ સીટ પર ફરીથી દાવો કરી શકે છે, જ્યારે લિબ ડેમ્સ ટિવરટનના મેદાન મારશે.
- આયર્લેન્ડના વિદેશ પ્રધાન સાઇમન કોવેનીએ ચેતવણી આપી છે કે જૉન્સને તેમની સ્થિતિને આગળ વધારવા માટે બ્રેક્ઝિટ પર સખત અભિગમ ન અપનાવવો જોઈએ.
- ટોરી બેકબેન્ચર બેન બ્રેડલીએ કહ્યું હતું કે તે ‘અનિવાર્ય’ હતું કે કેટલાક કેબિનેટ મંત્રીઓએ PM વિરુદ્ધ મત આપ્યો હતો.
- લિબ ડેમ્સ કોમન્સમાં સત્તાવાર અવિશ્વાસ મત માંગી રહ્યું છે, પરંતુ તે શક્ય નથી. માત્ર સત્તાવાર વિરોધ પક્ષ જ તે માંગી શકે છે અને લેબર તેને સમર્થન આપતો નથી.
- દેશ અને પક્ષના ભલા માટે વડા પ્રધાનના રાજીનામાની માંગણીમાં લોર્ડ હેગ પણ જોડાયા છે.