બોલીવૂડમાં ફિટનેસની વાત નીકળે એટલે તરત જ મિલિંદ સોમણનું નામ પ્રથમ યાદ આવે. પોતાના આરોગ્ય અંગે હંમેશા સતર્ક રહેનાર 55 વર્ષીય મિલિંદ સોમણે થોડા દિવસ અગાઉ બેંગલુરુની એક હોસ્પિટલમાં CT Scan કરાવ્યું છે. તેણે હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેણે જણાવ્યું હતું કે, તેની હેલ્થ નોર્મલ છે.
બેગલુરીમાંScan કરાવ્યું હતું, બ્લોકેજ વગેરેની તપાસ કરી હતી. બધું જ સામાન્ય. યોગ્ય ડોકટરોની નિયમિત તપાસ મહત્વપૂર્ણ છે, પરંતુ સ્ક્રીનીંગ વચ્ચે તમે શું કરો છો તે વધુ મહત્વનું છે. સમયસર ભોજન, વ્યાયામ, ઊંઘ વગેરે જેવી સારી ટેવો માનસિક સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ કરે છે. ઉંમર ભલે કોઇપણ હોય પણ તમારું આરોગ્ય યોગ્ય હોવું જોઇએ.’
જોકે, માર્ચ મહિનામાં મિલિંદનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પોતાના મેડ ઈન ઈન્ડિયા વીડિયોથી જાણીતો બનનાર મિલિંગ સુપરમોડેલ, મેરેથોન દોડવીર અને બાદ હવે લેખક છે. તે છેલ્લે વેબસીરિઝ પૌરુષપુરમાં જોવા મળ્યો હતો. તેણે શેફ, બાજીરાવ મસ્તાની અને 16 ડિસેમ્બર જેવી અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે એમેઝોન પ્રાઇમ વિડીયોની વેબસીરિઝ ફોર મોર શોટ્સ પ્લીઝની બીજી સીઝનમાં પણ અભિનય કર્યો હતો.
અત્યારે મલાઇકા અરોરા અને અનુષા દાંડેકર સાથે ટીવી રિયાલિટી શો ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલની બીજી સિઝનમાં જ્યૂરી તરીકે કામ કરે છે.