યુએસ હાઉસ ફોરેન અફેર્સ કમિટીએ સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિઓ વિરુદ્ધ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવાની જાહેરાત શુક્રવારે કરીને જણાવ્યું હતું કે, વિભાગના સંસાધનોના ‘પારદર્શકરીતે રાજકીય દુરૂપયોગ’ અંગેના રેકોર્ડ માટે પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ કમિટીના ડેમોક્રેટિક ચેરમેન ઇલિયટ એન્ગેલે તાજેતરના રીપબ્લિકન નેશનલ કન્વેન્શન માટે જેરૂસલેમમાં નોંધાયેલા પોમ્પીઓના પ્રવચનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
એન્ગેલે જણાવ્યું હતું કે, પોમ્પીઓએ ‘પોતાના કાર્યોને સંચાલિત કરતા કાયદા અને નિયમો તેમ જ સરકારના ભ્રષ્ટાચારને અટકાવવા માટે બંધારણના સાધનો બાબતે જોખમી અવગણના દર્શાવી હતી.’ એન્ગેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમને લાગે છે કે તેઓ હોદ્દો ધરાવે છે, તેઓ જે વિભાગ ચલાવે છે, કર્મચારીઓની તેઓ જે દેખરેખ રાખે છે અને ટેક્સપેયર્સ જે બધા માટે ડોલર્સ ચૂકવે છે તે તેમના વ્યક્તિગત અને રાજકીય લાભ માટે છે.’
સ્ટેટ વિભાગના પ્રતિનિધિ એન્ગેલનું નિવેદન ‘રાજકીય નાટક’ હતું અને વિભાગે એન્ગેલને એ શરતે દસ્તાવેજો આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો કે તે વિદેશી નીતિગત મુદ્દાની તપાસ કરતો પત્ર લખીને મોકલે જેની તેમને જરૂર છે. પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, એકવાર પત્ર મળી જાય તે પછી વિભાગ દસ્તાવેજો રજૂ કરશે.
કમિટીએ ગયા મહિને પોમ્પીઓને હાજર થવા જણાવીને તેમણે ડેમોક્રેટિક પ્રેસિડેન્ટપદના ઉમેદવાર જો બિડેનની તપાસ માટે રિપબ્લિકનને આપવામાં આવેલા દસ્તાવેજોની માગણી કરી હતી. રીપબ્લિકનના નેતૃત્ત્વવાળી યુએસ સેનેટ કમિટી જો બિડેનના પુત્ર હન્ટર બિડેન સંબંધિત માહિતી એકત્ર કરી રહેલ છે