રિપબ્લિકન પક્ષ તરફથી નવેમ્બરમાં યોજાનારી ઉપ-પ્રમુખપદ માટેની ચૂંટણી લડવા માટેની ઉમેદવારી ક્ધવેન્શનના ત્રીજા દિવસે થયેલી જાહેરાત બાદ ઔપચારિક રીતે સ્વીકારી હતી. પેન્સે ઉપ-પ્રમુખપદ માટેની ઉમેદવારી ઔપચારિક રીતે સ્વીકાર્યા બાદ જણાવ્યું હતું કે ડૉનલ્ડ ટ્રમ્પ અમેરિકાના તારણહાર છે અને અમેરિકા માટે આપણા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં વધુ ચાર વર્ષ રહે એ જરૂરી છે.
પેન્સ દ્વારા આ પ્રસંગે આપવામાં આવેલા ભાષણમાં જણાવાયું હતું કે હાલના પડકારજનક સમયમાં આપણા દેશને એવા પ્રમુખની જરૂર છે કે જે અમેરિકામાં માનતો હોય. જે એમ વિચારતો હોય કે અમેરિકાના લોકોમાં કોઇપણ જાતના પડકારો ઝીલવાની, કોઇપણ દુશ્મનને હરાવવાની અને આપણને અત્યંત પ્રિય આપણાં સ્વાતંત્ર્યને સાચવી રાખવાની અફાટ શક્તિ છે. સત્ય તો એ છે કે તમે જો બિદેનના અમેરિકામાં સુરક્ષિત નહીં રહી શકો.
ચાર વર્ષ અગાઉ મેં આ પદ માટે હા પાડી હતી એનું કારણ એ હતું કે મને ખાતરી હતી કે ડૉનલ્ડ ટ્રમ્પમાં અમેરિકાને ફરીથી શ્રેષ્ઠ બનાવવાની કુનેહ છે. એક તરફ અશ્ર્વેત વ્યક્તિની ગોળી મારીને હત્યા થવા બદલ વિસ્કોનસીનમાં દેખાવો યોજાઇ રહ્યા છે ત્યારે પેન્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ અને બિદેન વચ્ચેની ચૂંટણી એટલે કાયદો અને વ્યવસ્થા તથા કાયદાવિહોણાપણું છે.
દરમિયાન એમણે વંટોળ લોરાના માર્ગમાં આવતા શહેરના લોકોને પ્રશાસને જાહેર કરેલી ચેતવણી અને માર્ગદર્શિકાને અનુસરવાની સલાહ આપી હતી. પેન્સે જણાવ્યું હતું કે સુરક્ષિત રહો અને દરેક પગલે અમે તમારી સાથે છીએ. જરૂર પડયે તમે ટ્રમ્પ પ્રશાસનની મદદ લઇ શકો છો.