અમેરિકાની સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે અનડોક્યુમેન્ટેડ માઇગ્રન્ટ્સને પણ બીજા નાગરિકોની જેમ કોવિડ-19 વેક્સીનની સમાન સુવિધા મળશે અને વેક્સિનેશન સેન્ટર ઇમિગ્રેશન નિયમોથી મુક્ત ઝોન હશે. આનો અર્થ એવો થાય છે કે વેક્સિન સેન્ટર્સ પર ઇમિગ્રેશન નિયમો અંગેની કાર્યવાહી થશે નહીં.
હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા તમામ લોકોને વેક્સીનની સુવિધા મળે તે નૈતિક અને જાહેર આરોગ્યની જરૂરિયાત છે. નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે વેક્સિન ડિસ્ટ્રિબ્યુશનના સ્થળ કે ક્લિનિક પર કે તેની નજીક એન્ફોર્સમેન્ટ કાર્યવાહી કરવામાં આવશે નહીં. અગાઉની ટ્રમ્પ સરકારે ઇમિગ્રન્ટ્સ અંગે કડક નીતિઓનો અમલ કર્યો હતો, પરંતુ બાઇડનને સત્તા પર આવ્યા બાદ આ નીતિઓમાં મોટા ફેરફાર કર્યા છે.