બોસ્ટનના રહેવાસી એક આધેડ વયના પુરૂષે પોતાની પત્ની તથા તેના બોયફ્રેન્ડની હત્યા કરવા માટે એક ભાડૂતી હત્યારાની સેવા લેવાનો પ્રયાસ કરતાં તેની ગયા સપ્તાહે (17 જાન્યુઆરી) ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવમાં તો, 46 વર્ષનો મોહમદ ચૌધરી જેને ભાડૂતી હત્યારો માનતો હતો તે એક અંડરકવર ફેડરલ એજન્ટ હતો.  

તેની સામે એક મુદ્દાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેની સામેના તહોમતનામા અનુસાર કોઈક વ્યક્તિએ ગયા વર્ષે નવેમ્બરમાં ફેડરલ તંત્રને જાણ કરી હતી કે, ચૌધરી પોતાની પત્નીની હત્યા કરવા માટે કોઈકની મદદ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. એ માહિતી આપનારાએ જો કે એમ પણ જણાવ્યું હતું કે, ચૌધરીએ એક ભાડૂતી હત્યારાને પત્નીની હત્યા કરવા માટે પૈસા આપ્યા હતા. પણ એ હત્યારાએ પૈસા લઈ લીધા છતાં કામ કર્યું નહોતું. તે વ્યક્તિને ચૌધરીએ કહ્યું હતું કે, તે કોઈપણ ભોગે પોતાની પત્નીની હત્યા ઝડપથી કરાવવા માગે છે અને એ માટે નાણાં મેળવવા જોઈએ તો પોતે સ્ટોર લૂંટવા પણ તૈયાર છે. એ વ્યક્તિએ પછી ફેડરલ પોલીસ તંત્રને ચૌધરીનો ફોન નંબર આપ્યો હતો અને પોલીસે ભાડૂતી હત્યારા તરીકે પોતાની ઓળખ આપી ચૌધરીનો સંપર્ક કર્યો હતો. ચૌધરીની પત્નીએ તેના બોયફ્રેન્ડ માટે પતિ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા તેમજ એ બાળકોને પણ ચૌધરીને મળવા દેતી નહીં હોવાનું ચૌધરીએ આ અંડરકવર એજન્ટ્સને કહ્યું હતું. ચૌધરીએ બન્નેની હત્યા માટે 8,000 ડોલર ચૂકવવાનું કહ્યું હતું અને ડીપોઝિટ તરીકે 500 ડોલર્સ ચૂકવી પણ આપ્યા હતા.  

ચૌધરીને મ્યુનિસિપલ કોર્ટે ઓક્ટોબર, 2019માં તેની પત્નીનો સંપર્ક નહીં સાધવા કે તેનાથી દૂર જ રહેવાનું ફરમાનના ભંગનો ગુનો પણ નોંધાયો હતો.  

LEAVE A REPLY