દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓના કર્મચારીઓ માટે જાન્યુઆરી ભયાનક મહિનો સાબિત થઈ રહ્યો છે. હવે માઈક્રોસોફ્ટ કોર્પે બુધવારે જણાવ્યું હતું કે તે નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં 10,000 નોકરીઓમાં કાપ મૂકશે. સત્ય નડેલાની આગેવાની હેઠળની કંપની પર્સનલ કોમ્પ્યુટર માર્કેટમાં મંદી સાથે ઝઝૂમી રહી છે. તેના વિન્ડોઝ અને તેની સાથેના સોફ્ટવેરમાં તીવ્ર ઘટાડો થયો છે.
નિયમનકારી ફાઇલિંગ મુજબ, 30 જૂન સુધીમાં કંપનીમાં 221,000 પૂર્ણ-સમયના કર્મચારીઓ હતા, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં 122,000 અને આંતરરાષ્ટ્રીય સ્તરે 99,000 નો સમાવેશ થાય છે. અગાઉ એમેઝોન હોય કે ટ્વિટર હોય તમામે મોટા પાયે છટણી કરી હતી. કંપનીના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું છે કે હવે કંપનીઓએ જાણવું જોઈએ કે ઓછા કર્મચારીઓ સાથે વધુ કામ કેવી રીતે કરાવી શકાય છે. સત્ય નડેલાએ તેમની કંપનીને એક પત્ર પણ લખ્યો હતો. તેમાં વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની આગાહીઓ પર ઘણી બાબતો લખવામાં આવી છે.
છટણી અંગે નડેલાએ કહ્યું કે આ સમય દરેક વ્યક્તિ માટે ખૂબ જ પડકારજનક છે. અમે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ પ્રક્રિયા કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. પત્રમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે કેટલાક લોકોને ચોક્કસપણે છટણી કરવામાં આવી રહી છે. પરંતુ કંપનીના મહત્વના પ્રોજેક્ટ્સ અને વિઝન જે પણ છે. ત્યાં હાયરિંગ ચાલુ રહેશે. નડેલાએ વધુમાં એવી માહિતી પણ આપી છે કે જે પણ લોકોને નોકરીમાંથી હટાવવામાં આવશે, તેમને સંપૂર્ણ સન્માન મળવું જોઈએ, તેમને તમામ જરૂરી સુવિધાઓ મળવી જોઈએ,