અમેરિકાની અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટ આ અઠવાડિયે વિવિધ વિભાગોમાં 1,000 કર્મચારીઓની છટણી કરી છે, એમ એક્સિઓસે મંગળવારે એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું. વૈશ્વિક આર્થિક નરમાઈ વચ્ચે નોકરીઓમાં ઘટાડો કરવા અથવા ધીમી ગતિએ ભરતી કરતી કરનારી ટેકનોજી કંપનીઓમાં હવે માઇક્રોસોફ્ટ પણ જોડાઈ છે.
30 જૂન સુધીમાં માઈક્રોસોફ્ટના કુલ 221,000 કર્મચારીઓ હતા. આ છટણીથી 1% કરતા પણ ઓછાને અસર થઈ છે. જુલાઇ પછી આ ત્રીજો પ્રસંગે છે જેમાં કંપનીએ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર અમે અમારી બિઝનેસ પ્રાથમિકતાઓની નિયમિત રીતે સમીક્ષા કરીએ છીએ જેના આધારે કર્મચારીઓની સંખ્યા અંગે નિર્ણય લેવામાં આવે છે. જુલાઇની છટણી પછી કંપનીએ પોતાના એક કસ્ટમર ફોકસ્ડ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાંથી ૨૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. તાજેતરના દિવસોમાં વૈશ્વિક આર્થિક કટોકટી અને મંદીના ભયે અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓની સંખ્યાસંખ્યામાં ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસો વધુ મુશ્કેલભર્યા હોઇ શકે છે.
અમેરિકામાં મોટી ટેકનોલોજી કંપનીઓએ કુલ ૩૨૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કંપનીઓમાં માઇક્રોસોફ્ટ પણ સામેલ છે. ઇન્ટેલ પણ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં છે.