વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના પ્રમુખ-સીઇઓ સંજય મેહરોત્રાને મળ્યા હતા. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન વિશ્વની અગ્રણી ચીપમેકર કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. કંપની આ એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટમાં 2.75 બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરશે. કંપનીનું ભારતમાં આ પ્રથમ મૂડીરોકાણ હશે. આ પ્લાન્ટ સ્થાપવા માટે માઇક્રોન ટેક્નોલોજી 82.5 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે

અમેરિકામાં કંપનીના CEO સંજય મહેરોત્રાની સાથે વડા પ્રધાન મોદીની બેઠક પછી આ સોદાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં વેદાંતાના અનિલ અગ્રવાલ પણ સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી ચૂક્યા છે.

કંપનીએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાતના સહયોગથી આ ચિપ સુવિધા લગાવવા માટે કંપની દ્વારા 2.75 બિલિયન ડોલર (રૂ. 22,540 કરોડ)નું મૂડીરોકાણ કરાશે, જેમાં 50 ટકા કેન્દ્ર અને 20 ટકા રાજ્ય સરકાર પણ મૂડીરોકાણ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે આ નવા પ્લાન્ટના બાંધકામનો પ્રારંભ 2023માં જ શરૂ થશે અને 2024ના અંત સુધીમાં કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન ચાલુ થઈ જશે. આ ચિપ પ્લાન્ટના બીજા તબક્કા પર કામ આ દસકાના બીજા મધ્યમ ભાગથી શરૂ કરવામાં આવશે. કંપનીએ કહ્યું હતું કે બંને તબક્કા દ્વારા 5000 સીધી રોજગારીનું સર્જન થશે, જ્યારે 15,000 લોકોને આગામી કેટલાંક વર્ષો સુધી રોજગારી મળતી રહેશે.

માઇક્રોન પ્લાન્ટને સરકારની “મોડિફાઇડ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) સ્કીમ” હેઠળ મંજૂરી આપવામાં આવી છે. યોજના હેઠળ, માઈક્રોનને ભારત સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 50% નાણાકીય સહાય અને ગુજરાત રાજ્ય કુલ પ્રોજેક્ટ ખર્ચના 20%નું પ્રતિનિધિત્વ કરતા પ્રોત્સાહનો પ્રાપ્ત થશે.

LEAVE A REPLY