પોતાના સંગીતથી દુનિયાભરને ઘેલી કરનાર પોપ સ્ટાર માઇકલ જેકસન આજે હયાત નથી. તેનું અવસાન જૂન ૨૦૦૯માં થયું હતું. તે લોસએન્જલસના પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. કહેવાયું હતું કે, તેનું મૃત્યું હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. માઇકલ એક જ અઠવાડિયામાં ૨૦ મિલિયન ડોલર કમાઇ લેતો હતો.
તાજેતરમાં તેનું કેલિફોર્નિયા સ્થિત નેવરલેન્ડ રેન્ચ ફક્ત ૨૨ મિલિયન ડોલરમાં વેંચાયું છે. તેની આ સંપત્તિને ઉદ્યોગપતિ અને માઇકલ જેકસનના સહયોગી રહેલા રોન બર્કલેએ ખરીદ્યું છે. બર્કલેના પ્રવકતાએ ગુરુવારે ઇ-મેલ દ્વારા આ માહિતી આપી હતી. આ ઘર ૧૨,૫૦૦ વર્ગફૂટ ધરાવતા આ ઘરમાં ૩.૭૦૦ વર્ગફૂટનો પૂલ હાઉસ છે. આ ઉપરાંત એક અલગ ભવન પણ છે. જેમાં ૫૦ સીટ ધરાવતું થિયેટર અને એક ડાન્સિંગ સ્ટુડિયો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં આ વીલાની કિંમત રૂપિયા દસ કરોડ અમેરિકન ડોલર કહેવાઇ હતી. આ પછી છ કરોડ૭૦ લાખ અમેરિકન ડોલર આંકવામાં આવી હતી અને અંતે તેનું વેંચાણ બે કરોડ ૨૦ લાખ અમેરિકન ડોલરમાં થયું છે.