ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે ગત તા. 23ના રોજ લંડનમાં રોયલ કોર્ટ ઑફ જસ્ટિસમાં સુનાવણીમાં તેની વિરુદ્ધ કોઈ પુરાવા ન આપતા ઇસ્ટ લંડનના રોમફર્ડના 28 વર્ષીય મેટ પોલીસ અધિકારી પીસી આદમ ઝમાન સામેનો બળાત્કારનો કેસ પડતો મુકાયો હતો.
પીસી ઝમાન પર ગયા વર્ષે ઓક્ટોબરમાં સેન્ટ્રલ લંડનની લિવરપૂલ સ્ટ્રીટની અંદાઝ હોટેલમાં એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે તેણે આરોપનો ઇનકાર કર્યો હતો.
ડિસેમ્બરમાં જામીન પર છૂટેલા ઝમાન સુનાવણીમાં હાજર રહ્યા ન હતા. શ્રીમતી જસ્ટિસ ચીમા-ગ્રુબે ઔપચારિક રીતે બળાત્કારના આરોપમાં દોષિત ન હોવાનો ચુકાદો આપ્યો.
મેટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમને પીસી આદમ ઝમાન સામેનો કેસ કોર્ટમાં બરતરફ કરવામાં આવ્યો હોવાની જાણ છે. યોગ્ય સમયે ગેરવર્તણૂકની સમીક્ષા કરવામાં આવશે. પીસી ઝમાનને હાલમાં ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.