હવામાન કચેરીએ મંગળવારની મધ્યરાત્રિથી શુક્રવારની બપોર સુધી નોર્થ સ્કોટલેન્ડ અને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડને આવરી લેતા યલો સ્નો અને આઇસ ચેતવણી આપી હતી. તો સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં મંગળવારે સાંજે 6 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધી સ્નો પડવાની આગાહી કરી હતી. તો ઇસ્ટ ઈંગ્લેન્ડમાં મંગળવારે બપોરે 3 વાગ્યાથી બુધવારે બપોર સુધી બરફની ચેતવણી આપવામાં આવી હતી. બીજી તરફ બેલફાસ્ટ અને લંડનડેરી સહિત નોર્ધર્ન આયર્લેન્ડના ઉત્તરીય ભાગોમાં મંગળવાર બપોરથી બુધવાર બપોર સુધી સ્નોની યલો વોર્નીંગ અપાઇ છે.

મેટ ઑફિસે મંગળવારે હિમવર્ષાની ચેતવણી આપી છે. જેને કારણે બ્રિટનને શુક્રવાર સુધી વધુ બરફીલા રસ્તાઓનો સામનો કરવનો પડશે અને રાતે માઇનસ 17 સેલ્સીયસ તાપમાન સહન કરવું પડશે. આગામી ચાર દિવસમાં વધુ શાળાઓ બંધ થવાના જોખમ સાથે મંગળવારે સ્નો પડવાની આગાહી કરાઇ હતી.

LEAVE A REPLY