- એક્સક્લુસીવ
- બાર્ની ચૌધરી
20 મેન્ટલ હેલ્થ ઓર્ગેનાઈઝેશનોના વડાઓએ વડાપ્રધાન ઋષિ સુનકને એક ખુલ્લો પત્ર લખી કોસ્ટ ઓફ લાઇફ કટોકટીના કારણે થઈ રહેલી આત્મહત્યાઓને રોકવા માટે અપીલ કરી ચેતવણી આપી છે કે “યુકેમાં સૌથી વંચિત 10 ટકા વિસ્તારોમાં રહેતા લોકો 10 ટકા શ્રીમંત વિસ્તારોમાં રહેતા લોકો કરતાં આત્મહત્યાથી મૃત્યુ પામવાની શક્યતા બમણી કરતાં વધુ છે.
આ પત્રમાં સહિ કરનાર માનસિક સ્વાસ્થ્યના દેશના અગ્રણી નિષ્ણાતોમાંના એક, માઇન્ડફોરવર્ડ એલાયન્સના સીઇઓ પોપી જમાને ઇસ્ટર્ન આઇને કહ્યું હતું કે “રોગચાળા દરમિયાન અમે આગાહી કરી હતી કે સમુદાયોમાં નોંધપાત્ર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવે છે. પણ હવે કોસ્ટ-ઓફ-લિવિંગ કટોકટી અને રોગચાળાની આફ્ટર ઇફેક્ટ્સે બાબતોને વધુ ખરાબ બનાવી છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં, મેં આત્મહત્યા વિશે 10 વખત વાતચીત કરી છે. આ માટે સંસાધનોનો અભાવ છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં નોંધપાત્ર રીતે વધારો કરે છે.
ઇસ્ટર્ન આઇએ છાપેલા આ પત્રમાં સહી કરનારા મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઇડ ઈંગ્લેન્ડના સીઈઓ સાઇમન બ્લેકે ઈસ્ટર્ન આઈને જણાવ્યું હતું કે ‘’પાછલા દાયકામાં એમ્પલોયર્સે તેમના કામદારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતને સમજવાનું શરૂ કર્યું છે. 2017માં પ્રકાશિત થ્રાઇવિંગ એટ વર્ક એ કાર્યવાહી માટેનો એક રેલીંગ કોલ હતો કે ‘સારૂ કામ’ આપણા માનસિક સ્વાસ્થ્યને ટેકો આપે છે. 2017થી ઘણું બદલાઈ ગયું છે. ઉચ્ચ ફુગાવો અને કોસ્ટ ઓફ લિવીંગ કટોકટી દરેકને અસર કરશે, અને જેઓ પહેલેથી જ અસમાનતાનો અનુભવ કરી રહ્યા છે તેઓને સૌથી વધુ ફટકો પડશે. વડા પ્રધાને મજબૂત રાજકીય નેતૃત્વ પૂરું પાડવું જોઈએ અને ખાનગી, જાહેર અને સામાજિક ક્ષેત્રોના મહત્વના વ્યવસાયને ભારપૂર્વક જણાવવું જોઈએ કે તેઓ બનતું બધું કરે.’’
પોપી જમાને કહ્યું હતું કે “સિસ્ટમ એટલી તૂટેલી છે કે આપણે સામાજિક નિર્ધારકોને ઠીક કરવાની જરૂર છે. જો લોકો પોતે કે બાળકોને ખવડાવી શકતા નથી તેઓનું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે નહીં.
ઈસ્ટર્ન આઈ એ ઘણા સાઉથ એશિયમ પરિવારો સાથે તેમના માનસિક સ્વાસ્થ્ય પર કોસ્ટ ઓફ લાઇફ કટોકટી વિશે વાત કરી હતી. નિષ્ણાતો જાણે છે કે આ સમુદાયો આવી સમસ્યાઓને શરમ અને કલંકના ડરને કારણે છુપાવે છે.
ITમાં કામ કરતા અને ત્રણ બાળકોના પિતા લેસ્ટરના જલદીપ (સાચું નામ નથી) કહે છે કે “શરમજનક છે કે 2022 માં, મારે ગુરુદ્વારામાં ભોજન લેવા જવું પડશે. કોઈને અમારી સમસ્યાઓ વિશે ખબર નથી. મારે પત્ની અને બાળકોને ભોજન આપવા માટે સક્ષમ હોવું જોઈએ. પણ હવે બાબતો વધુ ખરાબ થઈ રહી છે.
એપ્રિલમાં, ડેલોઇટે જાહેર કર્યું હતું કે નબળા માનસિક સ્વાસ્થ્યને કારણે યુકેની અર્થવ્યવસ્થાને વર્ષે £56 બિલિયનનો ખર્ચ થાય છે. તેમના સર્વેમાં જાણવા મળ્યું છે કે 28 ટકા કર્મચારીઓ કાં તો 2021માં નોકરી છોડી ગયા છે અથવા 2022માં તેમની નોકરી છોડવાની યોજના બનાવી રહ્યા છે, 61 ટકાએ તેનું કારણ ખરાબ માનસિક સ્વાસ્થ્ય દર્શાવ્યું છે.”
ડાઉનિંગ સ્ટ્રીટ કે કેબિનેટ ઓફિસે ટિપ્પણી માટેની અમારી વિનંતીનો જવાબ આપ્યો ન હતો.