(Photo by ERIC BARADAT/AFP via Getty Images)

ભૂતપૂર્વ એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સની કડક સલાહ પછી અમેરિકાની ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ મંગળવારે ટ્રમ્પ ટાવર છોડતી જોવા મળી હતી. પોર્ન સ્ટારને ચૂપ રહેવા નાણા ચુકવવાના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા પછી મેલાનિયા પ્રથમ વખત જાહેરમાં જોવા મળી હતી.

ન્યુયોર્ક પોસ્ટે  જાહેર કરેલી તસવીરો અનુસાર 18ના પુત્ર બેરોન સાથે મેલાનિયા તેના ન્યૂયોર્કના નિવાસસ્થાનમાંથી બહાર નીકળી હતી. તે વખતે તેને ગોલ્ડન બ્રાઉન જમ્પસૂટ પહેરેલો હતો. આવાસમાં બહાર નીકળી તેને બ્લેક સિક્રેટ સર્વિસ એસયુવીમાં પ્રવેશ કર્યો હતો. આ વ્હિકલમાં ઓછામાં ઓછી સાત લૂઇસ વીટન બેગ પણ મૂકવામાં આવી હતી. આ પછી બુલેટ પ્રુફ કાર ન્યૂ જર્સીના બેડમિન્સ્ટર તરફ આગળ વધી હતી, જ્યાં ટ્રમ્પની માલિકનું એક ઘર છે.

ટ્રમ્પના એનવાય ટ્રાયલના ચુકાદા પછી પેન્ટહાઉસમાં બંધ કરી દેવામાં આવી હોવાની અટકળો વચ્ચે લગભગ બે સપ્તાહ પછી મેલાનિયાએ પ્રથમ વખત જાહેરમાં દેખા દીધી હતી.

રવિવારે ફોક્સ એન્ડ ફ્રેન્ડ્સને આપેલા એક ઇન્ટવ્યૂમાં ટ્રમ્પે સંકેત આપ્યો કે મેલાનિયા “ફાઇન” છે, પરંતુ ફોજદારી સુનાવણી તેના માટે ખૂબ જ મુશ્કેલ હતી. આ કેસ કદાચ ઘણી રીતે છે, મારા કરતાં મારા પરિવાર માટે વધુ મુશ્કેલ છે.

અગાઉ યુકેના ડેઇલી મિરર સાથેની એક મુલાકાતમાં સ્ટોર્મી ડેનિયલ્સે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત જાહેર કરાયા પછી મેલાનિયાએ તેના પતિનું ઘર છોડી દેવું જોઇએ. 19 વર્ષના લગ્નજીવન પછી મેલાનિયાએ ટ્રમ્પને શા માટે છોડી દેવા જોઇએ તેવા સવાલના જવાબમાં ડેનિયલ્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ એક દોષિત ગુનેગાર છે. તે અત્યાચારી સાબિત થયા છે. તેઓ હુમલા માટે જવાબદાર હોવાનું જણાયું હતું.

મેલાનિયા ટ્રમ્પના હશ મની કેસની સુનાવણીમાં હાજર રહી ન હતી, પરંતુ કેટલાંક પ્રસંગોએ તે તેના પતિ સાથે જોવા મળી હતી. છેલ્લી વખત દંપતી 17 મેના રોજ ફ્લોરિડામાં તેમના પુત્ર બેરોનના હાઇ સ્કૂલ ગ્રેજ્યુએશન સમારોહમાં સાથે જોવા મળ્યાં હતાં.

LEAVE A REPLY