કેલિફોર્નિયાના પ્રચંડ મેગા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે મેઘન અને હેરીને તેમનું અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેસીટોનું ઘર તાત્કાલિક છોડી દેવા અને બીજે રહેવા જવા આદેશ આપવામાં આવ્યો છે.
ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ 2020 થી શાંત દરિયા કિનારે આવેલા શહેરમાં તેમના $14 મિલિયન મિલિયનના ઘરમાં રહે છે. હેરી સોમવારે તેમની નવી ટેલ-ઑલ મેમોઇર ‘સ્પેર’ લોન્ચ કરવા માટે ન્યુ યોર્ક સિટીમાં હતો. જ્યારે મેઘન અને દંપતીના બે બાળકો ક્યાં છે અને તેઓ ઘર ખાલી કરી શક્યા છે કે કેમ તે જણાયું નથી.
5 વર્ષનો એક છોકરો અને તેની માતાની ટ્રક પૂરના પાણીમાં ફસાઈ ગયા પછી તેઓ વહી ગયા હતા. કેલિફોર્નિયાના પ્રચંડ મેગા વાવાઝોડાથી મૃત્યુઆંક વધીને 14 પર પહોંચ્યો હતો. વાવાઝોડાના અવિરત તોફાનો કેલિફોર્નિયા પર ત્રાટક્યા છે અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. સત્તાવાળાઓ દ્વારા સાન્ટા બાર્બરાના રહેવાસીઓને આશ્રય આપવાનો આદેશ અપાયો છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે મધ્ય અને દક્ષિણ કેલિફોર્નિયામાં વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં 14 ઇંચ નરસાદ ખાબક્યા બાદ મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.