નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્લ્ડ બેંક ગ્રૂપ પ્રેસિડેન્ટ વચ્ચે મુલાકાત તાજેતરમાં મુલાકાત થઇ હતી. બંને મહાનુભાવોએ વિવિધ વિષયો ખાસ કરીને વિકાસ અને નવીનતાના ભાવિ ક્ષેત્રો પર ચર્ચા કરી. ડેવિડ માલપાસે ઉચ્ચ વિકાસ દર હાંસલ કરવા અને ટકાવી રાખવા માટે “અમૃતકાળ” માં ભારત માટે વિશ્વ બેંક જૂથના સમર્થનની પુષ્ટિ કરી હતી. ડેવિડ માલપાસના ટ્વીટના જવાબમાં, મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “તમારી સાથે વિવિધ વિષયો, ખાસ કરીને વૃદ્ધિ અને નવીનતાના ભાવિ ક્ષેત્રો પર ખૂબ સારી ચર્ચા કરી.