REUTERS/Amit Dave

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે રાજ્યના આરોગ્ય વિભાગે નવરાત્રીના ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ ગરબા દરમિયાન કોઇ આરોગ્ય સમસ્યાના કિસ્સામાં તાકીદે સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમના સ્થળે એમ્બ્યુલસન્સ સાથે મેડિકલ ટીમ રાખવા તથા નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલ ખાતે 24 કલાક સારવારને સુનિશ્ચિત કરવાની સૂચના અપાઈ છે. 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી નવરાત્રિ પર્વ ઉજવવામાં આવશે.

નવરાત્રિના નવ દિવસીય ઉત્સવની પહેલા ‘ગરબા’ના આયોજકોએ કોઈપણ સ્વાસ્થ્ય કટોકટીના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આયોજકોએ જણાવ્યું હતું કે ‘ગરબા’ના સ્થળે આરોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને તબીબોની ટીમ તૈનાત રહેશે. કોવિડ પછી ઘણા બાળકો અને યુવાનો હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કર્ણાવતી ક્લબે અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સહયોગ કર્યો છે અને ઇવેન્ટ સફળ થાય તે માટે આઈસીયુ ઓન વ્હીલ અને અન્ય પ્રાથમિક પેરામેડિકલ સારવારની વ્યવસ્થા કરી રહી છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું કે, “હું ગરબા આયોજકોને વિનંતી કરું છું કે ઇવેન્ટના સ્થળે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરો અને શક્ય હોય તો ICU ઓન વ્હીલ્સની વ્યવસ્થા કરો.

હોસ્પિટલોમાં પણ સમયસર સારવાર મળી રહે તેના માટે તમામ સ્થાનો પર હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધીજર રહેવાની સૂચના અપાશે. તેમજ ડૉક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહે તેની કાળજી રાખવાની રહેશે. અમદાવાદ, સુરત, રાજકોટમાં હાર્ટએટેકના સતત વધતા બનાવોને લઈ નવરાત્રીના આયોજકો દ્વારા તબીબોની ઈમરજન્સી ટીમ, એમ્બ્યુલન્સ સહિત મેડિકલ સેવા ગરબા ગ્રાઉન્ડ નજીક ઉપસ્થિત રાખવાનો નિર્ણય કર્યો છે. ગરબા રમતી વખતે ક્યાંક થોડીઘણી પણ તકલીફ જણાય તો રમવાનું તુરત જ બંધ કરી મેડિકલ સેવા માટે આગ્રહ રાખવા જણાવાયું છે.

 

LEAVE A REPLY