અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં પરાજયનો સામનો કરી રહેલા પ્રેસિડન્ટ ટ્રમ્પની વધુ એક ફટકો પડ્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મિડોઝ જાહેર કાર્યક્રમોમાં વારંવાર માસ્ક વગર દેખાતા હતા. ટ્રમ્પના ટોચના સલાહકાર અને નોર્થ કેરોલિનાના સાંસદ મિડો ચૂંટણી સભામાં નિયમિતપણે ટ્રમ્પની સાથે રહેતા હતા. વ્હાઇટ હાઉસ ઇલેક્શન નાઇટ પાર્ટીમાં પણ મિડો હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં ટ્રમ્પના વફાદારો હાજર રહ્યા હતાં. ટ્રમ્પ કેમ્પેઇનના બીજા એક ટોચના અધિકારી નિક ટ્રેનર પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.